Home> India
Advertisement
Prev
Next

સ્વદેશી રસીથી આશા વધી, જાણો ફટાફટ કેવી રીતે તમારા સુધી પહોંચશે Corona Vaccine?

કોરોના (Corona) સંક્રમણથી રક્ષણ મેળવવા માટે સ્વદેશી વેક્સિનની આશા વધી ગઈ છે. સંપૂર્ણ સ્વદેશી કોરોના રસીના ત્રીજા તબક્કાની ટ્રાયલ દેશમાં ચાલુ છે. આ સાથે જ રસીને લોકો સુધી ફટાફટ પહોંચાડવા માટે રણનીતિ પણ તૈયાર થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પણ રસીને લઈને ઉચ્ચસ્તરની બેઠક કરી ચૂક્યા છે જેમાં રસીના ડિસ્ટ્રીબ્યુશનથી લઈને તેના સ્ટોરેજ સુધીની રણનીતિ તૈયાર કરાઈ છે. 

સ્વદેશી રસીથી આશા વધી, જાણો ફટાફટ કેવી રીતે તમારા સુધી પહોંચશે Corona Vaccine?

નવી દિલ્હી: કોરોના (Corona) સંક્રમણથી રક્ષણ મેળવવા માટે સ્વદેશી વેક્સિનની આશા વધી ગઈ છે. સંપૂર્ણ સ્વદેશી કોરોના રસીના ત્રીજા તબક્કાની ટ્રાયલ દેશમાં ચાલુ છે. આ સાથે જ રસીને લોકો સુધી ફટાફટ પહોંચાડવા માટે રણનીતિ પણ તૈયાર થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પણ રસીને લઈને ઉચ્ચસ્તરની બેઠક કરી ચૂક્યા છે જેમાં રસીના ડિસ્ટ્રીબ્યુશનથી લઈને તેના સ્ટોરેજ સુધીની રણનીતિ તૈયાર કરાઈ છે. 

fallbacks

શુક્રવારે રસીની ટ્રાયલ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વીજે પોતે રસીની ટ્રાયલમાં ભાગ લીધો. હવે દેશે બસ નવા વર્ષની રાહ જોવાની છે, જ્યારે ભારતને કોરોનાને હરાવનારી રસી દેશી રસી મળી જશે. 

કોમેડિયન ભારતી સિંહ બાદ હવે તેના પતિ હર્ષ લિંબાચિયાની પણ NCB એ કરી ધરપકડ

કોવેક્સિન (COVAXIN)નું નિર્માણ ભારત બાયોટેક-ICMR અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી મળીને કરી રહ્યા છે. કોવેક્સિન ત્રીજા તબક્કાની ટ્રાયલમાં છે. દેશના 22 સેન્ટર પર રસીની ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલુ છે. જેમાં લગભગ 26 હજાર વોલેન્ટિયર સામેલ થઈ રહ્યા છે. 

પહેલા બે તબક્કામાં 1000 લોકો પર રસીની ટ્રાયલ
કોવેક્સિનના પહેલા બે તબક્કામાં 1000 લોકો પર રસીની ટ્રાયલ કરવામાં આવી. પહેલા બે તબક્કામાં સામેલ વોલેન્ટિયર્સમાં રસીની કોઈ સાઈડ ઈફેક્ટ જોવા મળી નથી. જેનાથી આશા વ્યક્ત કરાઈ રહી છે કે ત્રીજા ફેઝની ટ્રાયલ પણ સફળ નીવડશે. 

કોવેક્સિનની આ ત્રીજા તબક્કાની અને ફાઈનલ ટ્રાયલ છે. આ ટ્રાયલથી સ્પષ્ટ થઈ જશે કે કોવેક્સિનને જનતા સુધી પહોંચાડવામાં કેટલો સમય લાગશે. 

ત્રીજા ફેઝમાં જે પણ વોલેન્ટિયર્સ રસી મૂકાવી રહ્યા છે તેમને 28 દિવસ બાદ બીજો ડોઝ મૂકાવવો પડશે. રસીનો પહેલો ડોઝ લગાવ્યાના 42 દિવસ બાદ વોલેન્ટિયર્સનો બ્લડ ટેસ્ટ કરવામાં આવશે. 

જો સપનામાં તમને આ 5 વસ્તુ દેખાય તો સમજી લેજો...તમે થઈ જશો માલામાલ! અપાર સંપત્તિના સંકેત

...ત્યારપછી રસીને સફળ ગણવામાં આવશે
ડોક્ટરોના જણાવ્યાં મુજબ શરરૂઆતના 600 લોકોના બ્લડ ટેસ્ટ કરવામાં આવશે. જો બ્લડ ટેસ્ટના રિપોર્ટ સામાન્ય રહ્યા તો પછી રસી સફળ ગણવામાં આવશે. ત્યારબાદ સરકાર અને ડ્રગ કંટ્રોલર પાસેથી રસીની મંજૂરી મળી જશે. 

ડોક્ટરોના જણાવ્યાં મુજબ જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કોરોનાને લોક કરવા માટે રસી સંપૂર્ણપણે તૈયાર હશે. એટલે કે તમારે બસ થોડો સમય રાહ જોવાની છે. કારણ કે ત્યારબાદ કોરોનાનો અંત શક્ય થઈ શકશે. 

Airports ને પણ રસી ડિસ્ટ્રીબ્યુશન માટે તૈયાર કરાઈ રહ્યા છે
રસી માટે  કેન્દ્ર સરકાર રણનીતિ તૈયાર કરી રહી છે. દેશના Airports ને પણ રસી ડિસ્ટ્રીબ્યુશન માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. સૌથી પહેલા વાત દિલ્હી એરપોર્ટની કરીએ. અહીં તાપમાન નિયંત્રણવાળા બે કાર્ગો ટર્મિનલ છે. આ સાથે જ માઈનસ 20 ડિગ્રી તાપમાનવાળા કાર્ગો ટર્મિનલ છે.  કાર્ગો ટર્મિનલ પર આવવા જવા માટે અલગ દરવાજા છે. આ ઉપરાંત હૈદરાબાદ એરપોર્ટ ઉપર પણ તાપમાન નિયંત્રણવાળા કાર્ગો ટર્મિનલ છે. આ એરપોર્ટ પર માઈનસ 20 ડિગ્રી તાપમાનવાળા કાર્ગો ટર્મિનલ પણ છે. 

આ રસીની ચાલે છે ટ્રાયલ
રસી બનાવવાની રેસમાં ભારત દુનિયાના વિક્સિત દેશોથી ક્યાંય પાછળ નથી. દેશમાં હાલ કેટલીક કોરોના રસીની ટ્રાયલ ચાલુ છે. આ  તમામ રસી ટ્રાયલના અલગ અલગ તબક્કામાં છે. જેમાંથી બે રસીની ટ્રાયલ છેલ્લા સ્ટેજ પર પહોંચી ગઈ છે.

- ભારત બાયોટેક-ICMR અને ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની રસી COVAXINE ત્રીજા તબક્કાની ટ્રાયલમાં છે. જે સંપૂર્ણ રીતે દેશી રસી છે. 

- મલ્ટીનેશનલ ફાર્મા કંપની Zydus Cadilaની કોરોના રસી ZyCov-Dની ટ્રાયલ બીજા તબક્કામાં છે. જેની ત્રીજા તબક્કાની ટ્રાયલ હજુ બાકી છે. 

રાજસ્થાન જવાનું વિચારતા હોવ તો ખાસ વાંચો...આ જિલ્લાઓમાં કોરોનાના કારણે નાઈટ કરફ્યૂ

- ઈન્ડિયન ફાર્મા કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓક્સફર્ડ અને એસ્ટ્રાજેનેકા સાથે મળીને રસી તૈયાર કરી રહી છે. વેક્સિનનું નામ કોવિશિલ્ડ છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટનો દાવો છે કે ડિસેમ્બર સુધીમાં તેમને રસીની મંજૂરી મળી જશે. 

- રશિયામાં બનેલી કોરોના રસી સ્પૂતનિક વીની પણ ભારતમાં ટ્રાયલ થવાની છે. સ્પૂતનિક વીના બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલને સરકારની મંજૂરી મળી ગઈ છે. 

જો કે જ્યાં સુધી રસી ન આવે ત્યાં સુધી કોરોનાથી બચવા માટે બે જ ઉપાય છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ. 

કોરોના લેટેસ્ટ અપડેટ
દેશમાં હાલ કોરોનાની શું સ્થિતિ છે તે વિશે વાત કરીએ તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 45,209 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 90,95,807 પર પહોંચ્યો છે. જેમાંથી 4,40,962 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 85,21,617 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી  501 લોકોના મૃત્યુ થયા છે. કુલ મૃત્યુનો આંકડો 1,33,227 થયો છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More